વહેલી સવારે આજે,
ઝાકળને આવ્યું ફૂલનો ખ્વાબ,
બોલ્યો કે હું તારા પ્રેમમાં છું,
કારણ કે તું છે લાજવાબ.
છણકો કરતા ફૂલ બોલ્યું,
શું વાત છે જનાબ.. ?
એક પળનું જીવન તારું,
અને આટલો મોટો ખ્વાબ ?
આછું સ્મિત કરી , બોલ્યું ઝાકડનું એ બિંદુ,
પ્રેમમાં તારા પડવું , મરવું,
કામ છે મારું રોજિંદું.
No comments:
Post a Comment